SBI Har Ghar Lakhpati Scheme: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ‘હર ઘર લખપતિ’ નામની નવી રિકરિંગ ડિપોઝિટ યોજના (RD) શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોની નાની માસિક બચત દ્વારા 1 લાખ રૂપિયા કે તેથી વધુનું ભંડોળ એકત્ર કરવાનો છે. આ યોજના એવા વ્યક્તિઓ માટે બનાવવામાં આવી છે જેઓ નિયમિતપણે દર મહિને તેમના પગારમાંથી કેટલાક પૈસા બચાવે છે. નિશ્ચિત વ્યાજ અને સમય સાથે નિયમિત માસિક બચતનું રોકાણ કરવા માંગો છો? તો SBI ની આ નવી યોજના તમને લાખપતિ બનવામાં કેવી રીતે મદદ કરશે તે અહીં માહિતી આપી છે.
SBI હર ઘર લખપતિ યોજનાના લાભો (SBI Har Ghar Lakhpati Scheme Benefites)
આ યોજના હેઠળ, ગ્રાહક 3 થી 10 વર્ષના ફ્લેક્સિબલ સમયગાળા માટે માસિક બચત કરી શકે છે. આ યોજનામાં 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પણ રોકાણ કરી શકે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે જે બાળકો પોતે સહી કરી શકતા નથી, તેમના માતાપિતા અથવા કાનૂની વાલીઓ સાથે ખાતું ખોલી શકાય છે.
આ યોજના કેવી રીતે કાર્ય કરે છે તે જાણો (SBI Har Ghar Lakhpati Scheme)
આ યોજનામાં પાકતી મુદત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકો તેમની પસંદગી મુજબ મુદત અને માસિક હપ્તા પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક 3 વર્ષ માટે દર મહિને 2500 રૂપિયા જમા કરાવે છે, તો તેને પાકતી મુદત પર 1 લાખ રૂપિયા મળશે. જો તમે 10 વર્ષની યોજના પસંદ કરો છો, તો માસિક હપ્તો ઘટીને રૂ. 591 થઈ જાય છે. માસિક હપ્તાઓ યોજના શરૂ કરતી વખતે લાગુ પડતા વ્યાજ દર પર આધારિત છે. એટલે કે, તેને પહેલાથી જ નિશ્ચિત દરે વ્યાજ મળે છે.
વ્યાજ દરો અને કર (SBI Har Ghar Lakhpati Scheme Interest rates and taxes)
ગ્રાહકની શ્રેણી અનુસાર આ યોજના હેઠળ અલગ અલગ વ્યાજ દરો છે.
- સામાન્ય ગ્રાહકો માટે વ્યાજ દર 6.75 ટકા સુધી છે.
- વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 7.25 ટકા સુધી છે.
- SBI કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિક કર્મચારીઓને 8 ટકા સુધી વ્યાજ મળે છે.
- આવકવેરાના નિયમો અનુસાર આ યોજના પર TDS લાગુ પડે છે.
ફ્લેક્સીબલીટી એન્ડ દંડ (SBI Har Ghar Lakhpati Scheme Flexibility and finesse)
આ સ્કીમમાં આંશિક હપ્તાના પેમેન્ટની સુવિધા છે. જોકે, હપ્તા ભરવામાં લેટ થવા પર દંડ લાગી શકે છે. દંડ 100 રૂપિયાના હપ્તા પર 1.50 રૂપિયાથી 2 રૂપિયા સુધી હોઈ શકે છે. આ દંડ પિરિયડ પર નિર્ભર કરે છે. જો સતત 6 હપ્તા ભરવામાં ન આવે, તો એકાઉન્ટ બંધ કરીને બેલેન્સ અમાઉન્ટ ગ્રાહકના સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
ખાતું કેવી રીતે ખોલવું (How To Open Account On SBI Har Ghar Lakhpati Scheme)
આ યોજનામાં ભાગ લેવા માટે, ગ્રાહકો તેમની નજીકની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક શાખાની મુલાકાત લઈ શકે છે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શકે છે. તેમણે પરિપક્વતા રકમ અને મુદત પસંદ કરવાની રહેશે. જેના આધારે માસિક હપ્તો નક્કી કરવામાં આવશે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. આજ ગુજરાત કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)