ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આયોગ દ્વારા 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે,ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ
- 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
- કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે
- 16 ફેબ્રુઆરીએ મતદાન
- 18 ફેબ્રુઆરીએ મતગણતરી
ગુજરાત ચૂંટણીનો કાર્યક્રમ 2025
ચૂંટણી જાહેર | 21 જાન્યુ |
જાહેરનામું પ્રસિદ્ધ થશે | 27 જાન્યુ. |
ઉમેદવારીની છેલ્લી તારીખ | 1 ફેબ્રુઆરી |
ઉમેદવારી પત્ર ચકાસણી | 3 ફેબ્રુઆરી |
ઉમેદવારી પાછી લેવાની છેલ્લી તારીખ | 4 ફેબ્રુઆરી |
મતદાન | 16 ફેબ્રુઆરી |
મતગણતરી | 18 ફેબ્રુઆરી |
આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી
આજે ગુજરાત રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે ના ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.સાથે સાથે જે પણ ચૂંટણી વિસ્તારો છે એમાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી.રાજ્યના ચૂંટણી પંચ હાલ માં ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય એ પણ જાહેરાત કરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી માટે 16મીએ મતદાન
જૂનાગઢ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થઈ જતા તેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરી અને સાથે અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.