રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે નાણાંકીય સહાય આપવાની યોજનાને સંદર્ભિત ઠરાવ ૧ અને ૨ થી વર્ષ ૨૦૨૪-૨૫માં બમલીકરણ માટે મંજુરી મળેલ છે. જે અનુસાર અમલ કરવા જણાવવામાં આવે છે આ યોજના અંતર્ગત સંદર્ભ 3 થી રાજય ચૂંટણી આયોગ દ્વારા આ યોજના હેઠલ અરજી સ્વીકારવા પરંતુ ૧૬/૦૨/૨૦૨૫ પહેલા મંજૂર કરી શકશે નહીં તેમજ લાભાર્થીની યાદી કે લાભાર્થી અરજી પસંદગીની લાભાર્થીને જાણ ન કરવાની શરતે મંજરી મળેલ છે.
તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2025
આ યોજના હેઠળ અમેલ પત્રક અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે. સદર લક્ષ્યાંકની મર્યાદામાં તાલુકાર લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે. જેમાં જંગલ વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકાઓમા અન્ય તાલુકા કરતો પત્ર વધારે લક્ષ્યાંકની ફાળવણી કરી આઈ-ખેડૂત પોર્ટલ પર દિન-1 માં ફરજીયાત એન્ટી કરવા જણાવવામાં આવે છે.
પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળશે.
વધુમાં ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સીંગ બનાવવાની સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોની બરજીઓ સ્વીકારવા સારૂ 12/02/2014 થી 18/02/2025 (દિન-૦૭) સુધી – khedut પોર્ટલ ખુલ્લુ મુકવાનું હોવાથી હાલની ચૂંટણીની આદર્શ આચારસંહિતા ધ્યાને રાખીને યોજનાનો જિલ્લામાં પ્રચાર-પ્રસાર કરવા જણાવવામાં આવે છે.