--ADVERTISEMENT--

તાડપત્રી સહાય યોજના 2025: ₹ 1875 ની સહાય, આ રહી ઓનલાઇન અરજી કરવાની માહિતી

--ADVERTISEMENT--

Tadpatri Sahay Yojana 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સહાયમાં મદદરૂપ થવા માટે તાડપત્રી સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

--ADVERTISEMENT--

તાડપત્રી સહાય યોજના 2025

યોજનાનું નામતાડપત્રી સહાય યોજના 2025
લાભાર્થી વર્ગગુજરાત રાજ્યના તમામ ખેડૂત
સહાય રકમતાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા  ₹ 1875/- ની સહાય
ઓનલાઈન અરજી ક્યાં કરવીIKhedut.gujarat.gov.in પર
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળોતા.03/02/2025 થી તા.16/02/2025

Tadpatri Sahay Yojana  માટે સહાયનું ધોરણ

  • AGR-3 અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • AGR-2 સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • AGR-4 અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

તાડપત્રી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ

તાડપત્રી સબસિડી મેળવવા માટે IKhedut Portal પર ઓનલાઈન કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

--ADVERTISEMENT--
  • ખેડૂતનું આધાર કાર્ડ
  • 7-12 અને 8-અની નકલ
  • દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ .
  • દૂધ ઉત્પાદક મંડળી કે સહાકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • રેશનકાર્ડની નકલ
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક પાસબુક

તાડપત્રી સહાય યોજના માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા । Tadpatri Sahay Yojana Online Apply

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
  • હવે, “ ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી “તાડપત્રી” પર ક્લિક કરો.
  • બધી જરૂરી વિગતો વાંચો અને “Apply” પર ક્લિક કરો.
  • ફોર્મમાં દર્શાવેલ તમામ માહિતી ભરો અને “Save” બટન પર ક્લિક કરો.
  • બધી વિગતો ચેક કર્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
--ADVERTISEMENT--

Leave a Comment