RTE Admission 2025: ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
RTE Gujarat Admission 2025
RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત
રાઈટ ટુ એજ્યુકેશન 2025
આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા,કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.
RTE ગુજરાત એડમિશન સૂચનાઓ
વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો. જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
રાઈટ ટુ એજ્યુકેશન ફોર્મ કેવી રીતે ભરવું ?
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૨૮/૦૨/૨૦૨૫, શુક્રવારથી તા.૧૨/૦૩/૨૦૨૫, બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ
