અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદ ફ્લાવર શૉ એ જીત્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, હેરિટેજ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિ. હાંસલ થઈ છે, વાંચો મોટા ફ્લાવર બુકેની ખાસિયત
અમદાવાદના ફ્લાવર શૉ માં ફ્લાવર બુકે બનવવામાં આવ્યુ હતું જેની હાઈટ 10.24 મીટર ( 34 ફૂટ ઉંચો) અને 10.84 મીટર ત્રિજ્યા ધરાવતો વિશ્વના સૌથી મોટા બુકે અહીં બનાવીય હતો. જેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સ્થાન મળ્યું છે.
ગિનિસ બૂકની ટીમ દ્વારા તારીખ 7 જાન્યુઆરી, 2025 ના રોજ અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સન્માન આપવામાં આવ્યુ છે. જે દરેક ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી બાબત છે.
આની પહેલા વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી દ્વારા બનાવેલ હતો. એમને આ એવાર્ડ 18 ફેબ્રુઆરી 2024 ના રોજ આપવા આવેલ છે.