અમદાવાદ : ગુજરાતની ઉત્તરાયણને વિશ્વ પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોઈ છે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025
આ વર્ષ પણ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ 11 થી 14 જાન્યુઆરી 2025 સુધી યોજાશે.આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા ના હસ્તે કરવામાં આવશે.
તારીખ 11 થી 14 જાન્યુઆરી 2025 સુધી યોજાશે
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ આ પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આયોજન કરવામાં આવેલ છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ના આયોજનથી ગુજરાત રાજ્ય માં આવેલ પ્રવાસન સ્થળો નો વિકાસ થાય છે, જેના લીધે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી આવતા પતંગ બાજો પોતાની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો જોવા લાયક હોઈ છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.