નવી દિલ્હી, 7 જાન્યુઆરી : ભારતમાંથી ભાગી ગયેલા અને વિદેશમાં ભાગી ગઈ છુપાયેલા ગુનેગારોને પકડવા હવે સરળ બનાવ માટે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મંગળવારે દિલ્હીમાં ભારતપોલ (Bharatpol) પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ.
- ગૃહપ્રધાન અમિત શાહ કરશે ‘Bharatpol’ લોન્ચ
- ગુનેગારોને વિદેશથી ઝડપી ભારત લાવવાનો નવો રસ્તો
- તમામ એજન્સીઓ અને રાજ્યોની પોલીસ પણ જોડાશે
આ ભારતપોલ (Bharatpol) પોર્ટલ લોન્ચ કર્યા બાદ અમિત શાહે જણાવ્યુ કે, “ભારતપોલ (Bharatpol) એ ભારત દેશની આંતરરાષ્ટ્રીય તપાસને એક અલગ સ્વરૂપમાં લઈ જવાની માટેની એક પહેલ છે. અત્યાર સુધી માત્ર CBI ઈન્ટરપોલ સાથે કામ કરી શકતી હતી, પરંતુ હવે ભારતપોલ (Bharatpol) દ્વારા પોલીસ અને અન્ય એજન્સીઓ પણ સાથે મળી ને કામ કરશે. એકબીજા સાથે જોડાયેલા રહો.” તેમણે કહ્યું, “નોડલ એજન્સી હજુ પણ CBI જ રહેશે, જે સીધી રીતે ઈન્ટરપોલ સાથે જોડાયેલી રહેશે.
ભરતપોલ પોર્ટલ શું છે?
ભારતપોલ એ એક પોર્ટલ છે, જે સીબીઆઈ ઈન્ટરપોલની તર્જ પર તૈયાર કરવામાં આવ્યુ છે. આ પોર્ટલમાં CBI, ED, NIA, અન્ય એજન્સીઓ અને ભારતના તમામ રાજ્યોની પોલીસ જેવી એજન્સીઓ સાથે મળી ને કામ કરશે. આ ભારતપોલ પોર્ટલ દ્વારા કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવા માં સરળ પડશે.
ભરતપોલ પોર્ટલ કેવી રીતે કામ કરશે
આપણા દેશમાં ગુનાઓ આચરીને અને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પરત ભારત લેવાનો અને અમને કડક સજા આપવનો ખુબ મોટો પડકાર છે. આ માટે ભારતીય એજન્સીઓ ઈન્ટરપોલ સહિત અન્ય વિદેશી એજન્સીઓની મદદ લેતી હોઈ છે, જે હવે આ ભારતપોલ પોર્ટલ દ્વારા ઈન્ટરપોલ અને અન્ય દેશોમાંથી ગુનેગારોનો ડેટા ઝડપી મેળવી શકશે.