અંકલેશ્વર : અંકલેશ્વર GIDCમાં અંડર ગ્રાઉન્ડઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમ્યાન લાગી આગ,પસાર થઈ રહેલા બે વ્યક્તિ દાઝયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં ચાણક્ય વિદ્યાલય નજીક અંડર ગ્રાઉન્ડઇલેક્ટ્રિફિકેશન કામ કાજ દરમિયાન ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળી હતી જેથી દોડધામ મચી ગઈ હતી. આ આગની નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એક વાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCL દ્વારા અંડર ગ્રાઉન્ડઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
આ ભંગાણ સર્જાયા બાદ અચાનક આગ ફાટી નિકળતા દોડધામ થઈ ગયા હતી. જેમાં આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા તેઓને સારવાર અર્થે હોસ્પટલ ખસેડવામાં આવ્યા અને એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવીયો હતો આ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે પહોંચીને આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.