નવી દિલ્હીઃ આસારામ બાપુ સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે જેને તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે સુપ્રીમકોર્ટ બાબા આસારામને 31 માર્ચ સુધી તબીબી આધાર પર જામીન આપ્યા છે.
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે બાબા આસારામને જામીન આપતી વખતે કેટલીક શરતો મૂકી છે.જેમાં એક શરત એવી પણ છે કે તે પોતાના ભક્તોને મળી શકશે નહીં. બાબા આસારામ તેમના ગુરુકુળની વિદ્યાર્થિની સાથે જાતીય દુર્વ્યવહારના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદ ની સજા ભોગવી રહ્યા છે.
આસારામ બાપુને જાન્યુઆરી 2023માં સેશન્સ કોર્ટે દ્વારા 2013ના બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ગુના સમયે ગાંધીનગર પાસેના તેમના આશ્રમમાં રહેતી મહિલાએ કેસ દાખલ રજીસ્ટર કરાવીયો હતો.
બાબા આસારામને 31 માર્ચ સુધી વચગાળાના સુપ્રીમ કોર્ટ તરફથી જામીન
આસારામના વકીલો જામીન માટે ઘણી વખત કોર્ટમાં અરજીઓ કરી ચૂક્યા છે. પણ કોર્ટ જામીન મુદ્દે કોર્ટ સ્પષ્ટ કહ્યું છે કે, માત્ર તબીબી આધારો પર વિચાર કરી શકાય. આ સિવાય આસારામ બાપુ ને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. સાથે અત્યાર સુધી કોર્ટે સજા સ્થગિત કરવાની અરજી ઓ ફગાવી દીધી છે. આજે સુપ્રીમ કોર્ટ તરફથી બાબા આસારામને 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન આપ્યા છે.