ભરૂચ : ભારતમાં HMPV નામના વાઇરસની અસર થવાની શરૂવાત થઈ ગઈ છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નવા કોરોના વાઈરસ HMPVને લઈ સજ્જ બની છે. તંત્ર દ્વારા એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
કોવિડ વાયરસ પછી ફરી હ્યુમન મેટાપ્યુમોવાયરસને લઈ ચિંતાનું મોજું ઉભું થઈ ગયું છે ત્યારે અત્યાર સુધી ભારતમાં બેંગ્લોર અને અમદાવાદમાં બે કેસ ની માહિતી મળી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સાવચેતીના ભાગરૂપે HMPV વાયરસને લઈ એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવીયો છે. જ્યાં ઓક્સિજન, વેન્ટિલેટર, જરૂરી ડોક્ટર ટીમ અને દવાઓ, પીપીકીટ માસ્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ હ્યુમન મેટાપ્યુમોવાયરસના લક્ષણો માં શરદી, ખાંસી અને તાવના જ છે. જોકે શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયાની અસર વર્તાઈ તો તુરંત ડોક્ટર નો સંપર્ક કરી આઇસોલેટ થવા સલાહ અપાઈ રહી છે. જોકે આ વાયરસ કોરોના જેવો ઘાતક નહિ હોવાનું તબીબો એ માહિતી આપી હતી.
જો શરદી, ખાંસી, તાવની નોર્મલ દવાઓ સાથે જરૂર જણાય તો માસ્ક પહેરવા, ગરમ પાણી પીવા અને હોમ આઈસોલેટ થવાની સલાહ તેમજ ભીડ ભાળ વાળી જગ્યા પર જો કામ ના હોઈ તો ના જવા સલાહ આપી છે.