ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામા આ વતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ) માટે જાહેરાત કરવામાં આવી છે.
GPSC પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, વર્ગ ૧/૨ સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ/કોર્પોરેશનની વર્ગ-૩ ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો-જુદો છે. જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે.
જુદી-જુદી પરીક્ષાઓ માટે અલગ અલગ તૈયારી કરવાની ન થાય
જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારી કરવાની ન થાય, એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય.જાહેરાત પ્રસિધ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે.