--ADVERTISEMENT--

GSCSCL Recruitment 2025: ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં ભરતીની જાહેરાત, કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરી

--ADVERTISEMENT--

GSCSCL Recruitment 2025: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ એપ્રેન્ટીસ એક્ટ હેઠળ તાલીમાર્થી ઓની જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

--ADVERTISEMENT--

GSCSCL Recruitment 2025

સંસ્થાનું નામગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ- GSCSCL
કુલ જગ્યાઓ100
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
એપ્લિકેશન મોડઓનલાઈન
ફોર્મ શરુ તારીખ10-01-2025
છેલ્લી તારીખ31-01-2025
સત્તાવાર વેબસાઇટhttps://nats.education.gov.in

GSCSCL Bharti 2025

ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ- GSCSCL માં પોસ્ટ માટે એપ્રેન્ટીસ ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી 2025

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની જાહેર વિત્તરણ વ્યવસ્થા અંતર્ગત NFSA ના લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ, મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે PM પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, ઉપલબ્ધી, સંગ્રહ, જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે. તદ્દઉપરાંત એમ.એસ.પી. અંતર્ગત સરકારશ્રીની સુચના અનુસાર ઘઉં, ડાંગર, મકાઈ, બાજરી જેવી જણસીઓની ટેકાના ભાવે ખરીદી પણ કરે છે. જે અંતર્ગત નિગમ નિગમના ગોડાઉન ખાતે સંગ્રહ કરવામાં આવેલ જથ્થો તથા એમ.એસ.પી. અંતર્ગત કરવામાં આવેલ ખરીદીના જથ્થાના ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કીમ-૨.૦ હેઠળ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

--ADVERTISEMENT--

ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી માટે અરજી કરવાનાં પગલાં

જેઓએ છેલ્લા 3 વર્ષમાં (F.Y. 2021-22, 2022-23, 2023-24) નીચેની વિગતોના B.Sc.Agri./B.Tech in Agri. Engineering/ B.Sc. in Chemistry/ B.A./B.Com./B.Β.Α./Μ.Α./M.Com. / M.B.A. Diploma Automobile / Degree Automobile Engineer પ્રથમ શ્રેણી સાથે ઉત્તીર્ણ થયેલ હોય અને તાલીમ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ https://nats.education.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે. આ રીતે કરાયેલ અરજી જ માન્ય ગણાશે. (અરજી કરવાની આખરી મુદ્દત તા. ૩૧.૦૧.૨૦૨૫ રહેશે.)

(નોંધ :- રાજકોટ, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ ગ્રામ્ય, દેવભુમિ દ્વારકા, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, મહીસાગર, પોરબંદર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભરૂચ, ભાવનગર, દાહોદ, નર્મદા, બોટાદ, ડાંગ, જામનગર, કચ્છ, મોરબી જિલ્લાઓમાંજ તાલીમાર્થીઓને નિમણુંક આપવામાં આવશે.)

GSCSCL Bharti 2025 મહત્વપૂર્ણ તારીખો

જાહેરાત પ્રસિધ્ધ તારીખ 10 જાન્યુઆરી 2025
અરજીની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
--ADVERTISEMENT--

Leave a Comment