Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સતત ચોથીવાર ગુજરાતનું બજેટ રજૂ કરતાં નીચે ના મહત્વ ના મુદ્દા ઓ ની માહિતી મેળવીશું.
Gujarat Budget 2025
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાનશ્રી પ્રેરીત GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.
સામાજિક ન્યાય અને અધિકારીતા
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૬૮૦૭ કરોડની જોગવાઈ
- પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૨ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹૭૧૭ કરોડની જોગવાઈ.
- પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹૫૨૦ કરોડની જોગવાઈ.
- વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે ₹૧૫ લાખની લોન ૪%ના દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૧૦૦ કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૮૦ કરોડની જોગવાઈ.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ ૯માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૨૫ હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની ૧૩,૬૦૦ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઈ. - નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૨ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઈ.
- દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬.૦ કરોડની જોગવાઇ.
- દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ ₹૧૭૦ કરોડની જોગવાઈ.
- તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા ૧૦ જિલ્લાઓમાં ૯ સમરસ કન્યા અને ૧૧ સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે ₹૮૩ કરોડની જોગવાઈ. જેનાથી અંદાજે વધારાના ૧૩ હજાર કુમાર-કન્યા છાત્રોને લાભ થશે.
- ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે ૭૦ હજારથી વધુ લાભાર્થીઓ માટે ₹૮૩૧ કરોડની જોગવાઈ.
- અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર 9% વ્યાજ સબસીડી આપવા માટે ₹૨૫ કરોડની જોગવાઈ.
- વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૧૫૦૦ લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં ₹૫૦ હજારનો વધારો કરવામાં આવે છે. જે માટે ₹૪૦૦ કરોડની જોગવાઈ.
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૧૨૦ કરોડની જોગવાઇ
- અંત્યોદયની વિચારધારાને વરેલી અમારી સરકાર, વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં આગામી પાંચ વર્ષમાં ₹૧ લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અને આ વર્ષે અંદાજિત ₹૩૦, ૧૨૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતાં આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે ₹૧ લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.
- સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૯૧૨ કરોડની જોગવાઈ.
- અંદાજે ૩ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા ₹૭૫૫ કરોડની જોગવાઈ.
- ૬૬૪ આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓ માટે ₹૫૪૭ કરોડની જોગવાઈ.
- ૧૭૬ સરકારી છાત્રાલયો અને ૯૨૧ ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના અંદાજિત ૭૦ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૩૧૩ કરોડની જોગવાઈ.
- દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૩૩ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, ૪૩ ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા ૭૪ આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ ૧૬૭ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે ૪ નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૪૦ હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ ₹૨૮૫ કરોડની જોગવાઈ.
- પ્રિ મેટ્રીકના આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૧૬૦ કરોડની જોગવાઈ.
- ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં અંદાજે ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૧૦૮ કરોડની જોગવાઈ.
- વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ૩૩ હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા ₹૧૫ કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઈ.
- સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઈપેન્ડના હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થી દીઠ માસિક ₹૫૦૦ કરવામાં આવે છે. જેના માટે ₹૭૦ કરોડની જોગવાઈ.
- ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ.
- મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડની જોગવાઈ.
- નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઈ.
- રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૭૮૨ કરોડની જોગવાઈ.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઈ.
- એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹૨૨૩ કરોડની જોગવાઈ.
- જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹૨૦૦ કરોડની જોગવાઈ.
- સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૧૦૦ કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૭૦ કરોડની જોગવાઈ.
- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- 15
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે ૭૮ હજાર
- કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઈ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઈ
- રાજ્ય સરકાર વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ૫૦% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ₹૨૦,૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫%નો વધારો કરી ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઈ સૂચવું છું.
- વર્ષ ૨૦૨૩-૨૪ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ Good Health and Well Being (SDG Index No.3) मां ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે ૨ કરોડ ૬૭ લાખ લોકોને કેશલેસ સારવાર માટે ₹૩૬૭૬ કરોડની જોગવાઈ.
- G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૩૯૨ કરોડની જોગવાઈ.
મહિલા અને બાળ વિકાસ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઈ
- GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક ₹૧૨૫૦ની સહાય માટે ₹૩૦૧૫ કરોડની જોગવાઈ.
- આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનના માનદવેતન માટે ₹૧૨૪૧ કરોડની જોગવાઈ.
- પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. જેના માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
- પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹૯૭૩ કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૩૭૨ કરોડની જોગવાઈ.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૭૧૨ કરોડની જોગવાઇ
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહેલ છે.
- NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹૭૬૭ કરોડની જોગવાઈ.
- નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹૬૭૫ કરોડની જોગવાઈ.
- NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઈ.
- શ્રીઅન્ન (મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹૩૭કરોડની જોગવાઈ.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૧૦૯૩ કરોડની જોગવાઈ
- રમતગમત ક્ષેત્રે ₹પ૨૧ કરોડની જોગવાઈ
- રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૨૫ કરોડની જોગવાઇ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹૩૩ કરોડની જોગવાઇ. - પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૧૮૨ કરોડની જોગવાઈ
- પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી ૧૨ રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા ૪ નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે.
- ગ્રંથાલયો માટે ₹૧૩૮ કરોડની જોગવાઈ
- ૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹૧૬ કરોડની જોગવાઇ.
માર્ગ અને મકાન વિભાગ
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૪૭૦૫ કરોડની જોગવાઈ
- રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ધરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૦૦૦ કરોડની જોગવાઈ.
- પ્રવાસન સ્થળોને જોડતા ૧૫૦ જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ₹૨૬૩૭ કરોડની જોગવાઈ.
શહેરી વિકાસ
- શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૦,૩૨૫ કરોડની જોગવાઈ
- અમારી સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
- શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઈ ₹૮,૮૮૩ કરોડથી વધારીને ₹૧૨,૮૪૭ કરોડ કરવામાં આવી છે.
- શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹૩૩૫૩ કરોડની જોગવાઇ.
- ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹૨૭૩૦ કરોડની જોગવાઈ.
- અમૃત ૨.૦ મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹૧૯૫૦ કરોડની જોગવાઈ.
- શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે ૧૫મા નાણાપંચ હેઠળ ₹૧૩૭૬ કરોડની જોગવાઈ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે ₹૧૩૫૦ કરોડની જોગવાઇ.
ગ્રામ વિકાસ
- પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૨૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે ₹૧૭૯૫ કરોડની જોગવાઈ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તથા પીએમ-જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹૧ લાખ સુધીની સહાય આપવા માટે ₹૩૦ કરોડની જોગવાઈ.
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા ₹૧૧૨૯ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં કુલ ૧૭૭૫૨ ગામોએ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગોબરધન પ્રોજેકટની નવીન પહેલથી કચરાને ઊર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે. જે માટે ₹૬૩૦ કરોડની જોગવાઈ.
જળસંપત્તિ
- નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫,૬૪૧ કરોડની જોગવાઈ
- જળસંપત્તિ પ્રભાગ માટે કુલ ₹૧૩,૩૬૬ કરોડની જોગવાઈ
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઈપલાઈન યોજના માટે ₹૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે ₹૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ₹૧૪૦૦ કરોડ એમ કુલ ₹૩૫૪૭ કરોડની જોગવાઈ.
- હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹૧૫૨૨ કરોડની જોગવાઈ.
- ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા અંદાજે ૧ લાખ ૮૭ હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિચર બાંધવા ₹૮૩૨ કરોડની જોગવાઈ.
- સાબરમતી નદી પર કુલ ૧૪ વિચર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે જયારે ૩ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા ૬ કામો પૂર્ણ કરવા ₹૭૫૦ કરોડની જોગવાઇ.
- જળાશય આધારીત ઉદ્વહન સિંચાઈ યોજના માટે ₹૮૧૩ કરોડની જોગવાઈ. જે પૈકી આદિજાતિ વિસ્તારમાં ₹૫૪૮ કરોડની જોગવાઈ.
- ડેમ સેફટી માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ.
- ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે આ બજેટમાં ₹૧૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંદાજે ૨ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ ૧ લાખ ૨૫ હજાર ખેડૂતોને તેનો લાભ મળશે.
ભાડભૂત યોજના
- સમુદ્રની ભરતીનું ખારૂ પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹૮૭૬ કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના
- ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના ૧૦,૪૫૩ ગામો અને ૧૯૦ નગરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે ₹૫૯૭૯ કરોડની જોગવાઈ.
- અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹૮૭૫ કરોડની જોગવાઈ.
- નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ.
- સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઈડ્રોપાવર સ્ટેશન પર કુલ ૧૪ જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઈ.
પાણી પુરવઠા
- રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. જે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
- આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.
- પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે ₹૧૬ કરોડની જોગવાઈ.
બંદરો અને વાહન વ્યવહાર
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૨૮૩ કરોડની જોગવાઈ
- અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે.
- આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹૭૬૬ કરોડની જોગવાઇ.
- મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹૩૬૦ કરોડની જોગવાઈ.
- નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹૨૯૧ કરોડની જોગવાઈ.
- સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹૧૮૫ કરોડની જોગવાઈ.
- નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર- મિકેનિક તથા કલાર્કની કક્ષામાં કુલ મળી ૧૧ હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે.
ઉદ્યોગ અને ખાણ
- ઉદ્યોગ અને ખાણ માટે ₹૮૯૫૮ કરોડની જોગવાઈ.
- ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથોસાથ રોકાણકારોને આકર્ષિત કરવા MSME, મેન્યુફેકચરીંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે.
- અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹૭૮૫ કરોડની જોગવાઈ.
- ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે ₹૨૯૦ કરોડ તેમજ ૪૨ કી.મી. લાંબી પાઈપલાઈન થકી રો વોટર સપ્લાય માટે ₹૨૨૫ કરોડ એમ કુલ ₹૫૧૫ કરોડની જોગવાઈ.
- પી.એમ.મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે PPPના ધોરણે આસિસ્ટન્ટ્સ ફોર રો વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેકટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
- ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ જેવી કે; હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત ₹૨૦૦ કરોડની જોગવાઈ.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૨૪૯૮ કરોડની જોગવાઈ
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે.
- Farmer Registry પ્રોજેકટ હેઠળ ૩૪ લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઇડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- ખેડૂતોને વીજ સહાય માટે ₹૧૦૬૧૩ કરોડની જોગવાઈ.
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય. માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.
- કૃષિ યાંત્રિકીકરણની મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે ₹૧૨૨ કરોડની જોગવાઈ.
- કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૫૯૦ કરોડની જોગવાઇ.
કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે ₹૮૨ કરોડની જોગવાઈ.
બાગાયત
- બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૦૫ કરોડની જોગવાઇ.
- બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા ₹૩૦ કરોડની જોગવાઈ.
- વનબંધુ માટે કોલ્ડસ્ટોરેજ ક્ષમતા વધારવા ₹પ કરોડની જોગવાઈ.
કૃષિ શિક્ષણ
- રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ ₹૧૦૦૦ કરોડની જોગવાઈ.
પ્રાકૃતિક કૃષિ
- પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે ₹૩૧૬ કરોડની જોગવાઈ.
- નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ₹૯૦ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઈનપુટ યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ.
પશુપાલન
- સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે.
- મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ₹૪૭૫ કરોડની જોગવાઇ.
- ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી. વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે.
મત્સ્ય ઉદ્યોગ
- રાજ્યના નોટીફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય. સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૦ કરોડની જોગવાઈ.
- પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ₹૩૫૩ કરોડની જોગવાઈ.
- ડીઝલ સબસીડી ચૂકવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઈ.
માહિતી અને પ્રસારણ
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૩૬૨ કરોડની જોગવાઈ
- માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે ઉદ્દેશ સાથે “મારી યોજના” પોર્ટલનું સુશાસન દિવસ-૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી ૬૮૦ જેટલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
- સરકારની વિવિધ યોજનાઓની માહિતી, તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ, ડી.ડી.ઓ કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ‘ડિજિટલ ડિસ્પ્લે ક્રમ એક્ઝિબિશન’થી મૂકવા ₹૨૨ કરોડની જોગવાઇ.
વન અને પર્યાવરણ
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૧૪૦ કરોડની કુલ જોગવાઈ
- રાજ્ય સરકાર “પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર” માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે.
- વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹૬૫૫ કરોડની જોગવાઈ.
- વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે ₹૫૬૩ કરોડની જોગવાઈ.
- વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹૪૧૬ કરોડની જોગવાઈ.
- વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹૩૭૨ કરોડની જોગવાઈ.
- વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹૨૨૫ કરોડની જોગવાઈ.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૬૭૫૧ કરોડની જોગવાઈ
- પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ૪૦%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગ્લોબલ RE ઇન્વેસ્ટ સમિટ- ૨૦૨૪માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
- ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૨૧૭૫ કરોડની જોગવાઈ.
- આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૯૮૭ કરોડની જોગવાઇ.
સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૧૩૨ કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે ₹૨૫૦ કરોડની જોગવાઈ. - રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
રિવેઝ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹૯૩૬ કરોડની જોગવાઈ. - આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઈ.
- મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ ₹૨૪૫ કરોડની જોગવાઈ.