--ADVERTISEMENT--

Gujarat Weather Update: અંબાલાલ પટેલની મોટી આગાહી આ તારીખોમાં અચાનક આવશે હવામાન માં પલટો સાવધાન ગુજરાતીઓ

--ADVERTISEMENT--

Gujarat Weather Update: હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તીવ્ર ઠંડી પછી ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન હવામાન બદલાશે. હવામાન સંપૂર્ણપણે બદલાયેલું દેખાશે. ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન નીચું રહી શકે છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. જેના કારણે ઠંડીની તીવ્રતા ઓછી થશે.

--ADVERTISEMENT--

Gujarat Weather Update

તેમણે કહ્યું કે જાન્યુઆરીના અંત સુધી હવામાનમાં સતત ફેરફાર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. કારણ કે ભેજ અરબી સમુદ્રમાંથી આવશે.

૨૨ જાન્યુઆરીએ ફરી એકવાર મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે હવામાનમાં ફેરફાર થશે. ૨૬ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન હવામાન બદલાશે અને કમોસમી વરસાદની શક્યતા રહેશે.

--ADVERTISEMENT--

જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે હવામાનમાં મોટો ફેરફાર થશે. પ્રતિકૂળ હવામાનની વિપરીત અસર થશે અને 21 થી 30 જાન્યુઆરી દરમિયાન, વિવિધ ભાગોમાં હવામાન બદલાશે અને હળવો વરસાદ થવાની સંભાવના રહેશે.

જાન્યુઆરીના અંતમાં હવામાન બદલાશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જોકે, ભેજવાળું હવામાન કે વરસાદ પડે તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ રહે છે. માવઠાના ભયને કારણે ખેડૂતોની ચિંતા વધશે.

--ADVERTISEMENT--

Leave a Comment