--ADVERTISEMENT--

હર ઘર કનેક્ટિવિટી: ગુજરાત રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’

--ADVERTISEMENT--

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’ પહેલ

--ADVERTISEMENT--

રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ઘરોને ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ તેમજ જનસુખાકારી માટે ડિજિટલ ગુજરાત શરુ કરવામાં આવીયો. જેને આગળ વધારતા હવે ગ્રામ્ય વિસ્તારના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. જેમાં 25 ડિસેમ્બર સુશાસન દિવસે ‘હર ઘર કનેક્ટિવિટી(ફાઇબર ટુ ફેમિલિ)’ની પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા પૂરી પાડવામાં આવશે.

હર ઘર કનેક્ટિવિટી પ્રોજેક્ટ હેઠળ કઈ સુવિધા મળશે?

આ માટે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્યવિસ્તારના ઘરોને સસ્તું અને સારી ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે વાઇ-ફાઇ, કેબલ ટી.વી , ઓ. ટી. ટી.અને ગેમિંગનો આનંદ મળી રહે તે માટે વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે જોડાણ આપશે. ત્યારબાદ, ભવિષ્યમાં આ વધુ કનેકશન આપવામાં આવશે.

--ADVERTISEMENT--

25,000 ફાઇબર ટુ હોમ કનેક્શન

ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે

આ પહેલ હેઠળ ગામડામાં રહેતા પરિવારોને ડિજિટલી ક્રાંતિ કરશે અને તેમને ‘સ્માર્ટ હોમ્સ’માં પરિવર્તિત કરશે. આ પહેલ હેઠળ શહેરી-ગ્રામીણ ડિજિટલી વિભાજનને દૂર કરશે અને ગુજરાતના ગ્રમ્ય વિસ્તારના નાગરિકોને શહેરી-સમાન સેવાઓ, લાભો અને તકોનો લાભ ચોક્કસ મળશે .

--ADVERTISEMENT--

Leave a Comment