--ADVERTISEMENT--

શું તમે કલ્પના કરી હતી ભારતીય સેનામાં રોબોટિક ડોગ્સનો ઉપયોગ થશે ?

--ADVERTISEMENT--

15 જાન્યુઆરી, 2025ના રોજ પૂણેમાં ભારતીય સેનાએ આર્મી ડે પરેડની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સેનાએ રોબોટિક ડોગ્સનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય સેનાએ આર્મી ડે પરેડની 77મી ઉજવણીએ આ રોબોટિક ડોગ્સનું દેશમાં પહેલી વાર પ્રદર્શન કર્યું છે, જે ભારતીય સેનાની આધુનિકીકરણની દ્રષ્ટિનો ભાગ છે.

--ADVERTISEMENT--

આ રોબો ડોગને “MULE” (મલ્ટી યુટિલિટી લેગ્ડ ઈક્વિપમેન્ટ) તરીકે ઓળખવામાં આવે છે. AeroArc Robotic (મેઇડ ઈન ઇન્ડિયા) દ્વારા તેને વિકસાવવામાં આવ્યું છે. યુદ્ધ જેવી ખતરનાક પરિસ્થિતિઓમાં આ રોબોટ્સ ખતરો ઘટાડી શકે છે. આ રોબોટિક ડોગ્સ બોમ્બ નિકાલ, શંકાજનક વસ્તુઓ ઓળખવા, અવરોધો દૂર કરવા, માહિતી એકત્રિત કરવા અને વાહનોને સલામત રીતે સ્થળાંતર જેવી ખતરનાક પરિસ્થિતિઓમાં કાર્ય કરી શકે છે. તેઓ ખરાબ અને ખતરનાક માર્ગો પર સરળતાથી નીકળી શકે છે.

આ રોબોટિક ડોગ્સ -40°C થી 55°C સુધીના તાપમાનમાં કાર્ય કરી શકે છે. તેનું વજન 51 કિલો છે અને તે 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડવામાં સક્ષમ છે. તે 12 કિલો સુધીનું વજન લઈ જઈ શકે છે. આ રોબોટ્સ એક જ ચાર્જ પર 20 કલાક સુધી કાર્ય કરી શકે છે.

--ADVERTISEMENT--

ભારતમાં આ રોબોટિક ડોગ્સનું પહેલી વાર પ્રદર્શન થયું છે. આ પ્રકારની રોબોટીક ટેક્નોલોજી યુએસ, ચીન, રાશિયા અને ઘણા દેશો વિક્સિત કરી ચુક્યા છે. DRDO ચીફ દ્વારા કહેવામાં આવ્યું હતું ભારતે અદ્યતન ટેકનોલોજી માટે ડિફેન્સ બજેટમાંથી સંશોધન વિકાસમાં મોટી રકમ ખર્ચ કરવી પડશે.

મલ્ટી-ફંક્શન રોબોટ્સ સાથે ભારતની લશ્કરી ક્ષમતાઓની એક નવી ઊંચાઈએ પહોંચશે. આ રોબોટ્સ સંકટમય પરિસ્થિતિઓમાં માનવ જીવનને બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

--ADVERTISEMENT--

Leave a Comment