કીમ : ઓલપાડ તાલુકાના કીમ ખાતે કચ્છી સમાજની વાડીમાં તળપદા કોળી સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની શરૂઆત સમાજની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તળપદા કોળી સમાજના ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમાજના તેજસ્વી તારલાઓને વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા ત્યારે તેજસ્વી તરલાઓને ઉપસ્થિત અગ્રણીઓએ તાળીના અભિવાદનથી બિરદાવ્યા હતા.
આ સ્નેહમિલન સમારોહનું વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે મંગળ દીપપ્રજ્વલન કરીને મંત્રીએ સેવા પ્રકલ્પોને બિરદાવતા જણાવ્યું હતું કે કોળી સમાજની એકતા અને સંગઠન મજબૂત કરીને સમાજ ઉત્કર્ષની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવા આહવાન કર્યું હતું તળપદા કોળી પટેલ સમાજ ક્રીમ વિભાગના પ્રમુખશ્રી છીતુભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી મહેમાનોને શબ્દોથી આવકાર્યા હતા અને સમાજની પ્રવૃતિઓથી અવગત કર્યા હતા કીમ ગામના સરપંચશ્રી પ્રવિણભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર ગોવિંદભાઈ પટેલે જ્ઞાતિમાં આવેલી જાગૃતિને વ્યસનમુક્ત સમાજ અને શિક્ષણ તરફ વાળવા છેવાડાના લોકોને સમાજ સાથે જોડીને જ્ઞાતિ પ્રત્યે સ્નેહ રાખી સમાજ સુધારણાના ઉત્કર્ષમાં સહયોગી બનવાની શીખ આપી હતી. સાવણ સુગરના ડિરેક્ટર મનુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.
સમાજના જાગૃત મહિલા અને શિક્ષિકા બહેનશ્રી હૈમાક્ષીબેને સમાજના યુવાનોને સરકારી નોકરી અને રોજગારી માટે ચિંતા વ્યક્ત કરી સમાજના યુવાનોને આગળ લાવવા માટે પ્રયત્નો કરવાનું આહવાન કર્યું હતું. સન્માનિત બાળકોએ અને વાલીઓએ પ્રતિભાવો આપી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. કીમ વિભાગ કોળી સમાજ દ્વારા નવા વર્ષને વધાવવા અને સમાજમાં ભાઇચારો, એકતા સાથે સ્નેહનો તંતુ મજબૂત બને તેવા હેતુસર કીમ કચ્છી સમાજની વાડીના પરિસરમાં કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઉત્સાહભેર સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી અને આગામી દિવસોમાં તળપદા કોળી સમાજ ઉત્કર્ષ માટે અનેક આવામોની ચર્ચા-વિમર્શ થવા હતા. સ્નેહમિલનમાં અગ્રણીઓ દ્વારા સમાજ સુધારણાના કાર્યોને વેગવંતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સ્નેહમિલન સમારોહમાં સમાજના અગ્રણી મનહરભાઈ પટેલ, મનુભાઈ પટેલ,જરાવંતભાઈ પટેલ (દીપશન).કીમ ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ અશોકભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ દેવેન્દ્ર પટેલ, જગદીશભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં સમાજ અગ્રણીઓ,બહેનો, યુવાઓ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીમ વિભાગ તળપદ્ય કોળી સમાજના ઉગતા સૂરજ સમ યુવા પાર્થ પટેલ અને અશોક પટેલે સંભાળ્યુ હતું જયારે આભારદર્શન તળપદા કોળી સમાજના ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલે કર્યું હતું.