--ADVERTISEMENT--

Mahakumbh 2025 Special Train: જૂનાગઢ વાસીઓ માટે ખુશખબર, મહાકુંભ માં જવા માટે ની સ્પેશ્યલ ટ્રેન જૂનાગઢ માં લેશે સ્ટોપ, આ હશે સેડયુઅલ

--ADVERTISEMENT--

જૂનાગઢ : Mahakumbh 2025 Special Train, ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળામાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. જેના માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ સ્ટોપેજ ન મળવાને કારણે, અહીં સ્ટોપેજની માંગણી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી હતી. જૂનાગઢના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી આખરે સ્વીકારાઈ ગઈ છે. રેલવે વિભાગે ઉત્તર પ્રદેશમાં યોજાનાર મહા કુંભ મેળા માટે દોડતી ખાસ ટ્રેનને જૂનાગઢ ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. સંતોની ભૂમિ તરીકે ઓળખાતા જૂનાગઢમાં ટ્રેનને સ્ટોપ મળ્યો ન હતો અને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા.

--ADVERTISEMENT--

૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ લોકલ ૧૮ માં પ્રકાશિત થયેલા સમાચારમાં, જાગૃત નાગરિકો અને સંતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ બાબતને ગંભીરતાથી લઈને, સાંસદ રાજેશ ચુડાસમાએ 9 જાન્યુઆરી, 2025 ના રોજ રેલ્વે વિભાગને એક પત્ર સુપરત કર્યો. સાંસદ રાજેશ ચુડાસમાના રિપોર્ટ પર વિચાર કર્યા બાદ રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી જૂનાગઢના સંતો અને સામાન્ય નાગરિકોને મહાકુંભ મેળામાં જવા માટે સીધી રેલ સુવિધા મળશે. આમ, જૂનાગઢવાસીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગણી અને સાંસદની રજૂઆત બાદ, રેલ્વે વિભાગે સકારાત્મક નિર્ણય લીધો છે, જે સ્થાનિક લોકો માટે રાહત સાબિત થશે.

રેલવે વિભાગે નવો શેડ્યૂલ જાહેર કર્યોMahakumbh 2025 Special Train

વેરાવળથી બનારસ (ટ્રેન નંબર 09591)

--ADVERTISEMENT--

– શરૂઆત: 22 ફેબ્રુઆરી, 2025
– જૂનાગઢ આગમન: રાત્રે 2:50 કલાકે
– સ્ટોપેજ સમય: 5 મિનિટ (2:50થી 2:55)

બનારસથી વેરાવળ (ટ્રેન નંબર 09592)

– શરૂઆત: 24 ફેબ્રુઆરી, 2025
– જૂનાગઢ આગમન: સવારે 7:27 કલાકે
– સ્ટોપેજ સમય: 5 મિનિટ (7:27થી 7:32)

--ADVERTISEMENT--

Leave a Comment