Gujarat Weather Update: પરેશ ગોસ્વામી ની મોટી આગાહી, આ તારીખોમાં આવશે માવઠા નો રોઉન્ડ, બનાશકાંઠા માં આજે પડ્યા છાંટા જુઓ આગાહી

Gujarat Weather Update: આજે સવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, લોકો ધ્રુજી રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના ડિરેક્ટર એકે દાસે શુક્રવારે આગાહીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે, એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે ઠંડીની તીવ્રતામાં પણ ઘટાડો થવાની ધારણા છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી હવામાનની આગાહી પણ કરી છે.

Gujarat Weather Update

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં કહ્યું છે કે આપણે હાલમાં ઉનાળુ પાકનું વાવેતર કરી શકતા નથી. હાલમાં ઘણી ઠંડી જોવા મળી રહી છે અને ઠંડીને કારણે વૃદ્ધિ થતી નથી અને બીજ બગડી જાય છે.

ઘણા ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે કે તેઓ 20 જાન્યુઆરી પછી રોપણી કરી રહ્યા છે, પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડી રહેવાની ધારણા છે. જોકે, હજુ પણ માવઠાની શક્યતા છે. તે પછી પણ ઠંડી રહેશે. કદાચ આ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે માવઠું પડી શકે છે.

આ માવઠા પછી પણ ઠંડીની મોસમ ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં ભારે ઠંડી પડશે. ફેબ્રુઆરી મહિનો પણ ગયા વર્ષ કરતાં વધુ ઠંડો રહેશે.

આવી સ્થિતિમાં, માર્ચથી રોપણી થવાની શક્યતા છે. જો આપણે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં વાવેતર કરીશું, તો ઠંડી રહેશે અને કોઈ વૃદ્ધિ થશે નહીં. કોઈ પણ ખેડૂત ભાઈએ હમણાં રોપણી માટે તૈયારી ન કરવી જોઈએ. મારો અંગત અભિપ્રાય એ છે કે ભલે આપણું ખેતર તૈયાર હોય.

મારો અંદાજ એ છે કે 5 કે 10 માર્ચ પછી વાવેતર કરવું ઠીક રહેશે. ખેડૂત ભાઈઓનો પ્રશ્ન એ છે કે જો આપણે મોડા વાવણી કરીશું અને ચોમાસું આવશે, તો આપણને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી મારી લાંબા ગાળાની આગાહી એ છે કે 2025 નું ચોમાસું ચોક્કસપણે સારું રહેશે, પરંતુ તેની શરૂઆત મોડી થઈ શકે છે.

Leave a Comment