ભરૂચ : ગુજરાત પોલીસમાં ભરતી માટે 8 મી જાન્યુઆરી થી 31મી જાન્યુઆરી સુધી શારિરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ શારિરીક કસોટીનું આયોજન કરેલ છે જેમાં શારિરિક કસોટી માટે ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આજે ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે વહેલી સવારથી ગ્રાઉન્ડ પોલીસની શારીરિક કસોટી યોજાનાર છે.જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઇ,વજન,છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપવા માટે આવશે. એસપી મયુર ચાવડાએ શારીરિક કસોટી માટેના ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ માહિતી આપેલી હતી.
આજથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી યોજાશે
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા બનાવેલા ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી માટે આવનાર ઉમેદવારોએ 5 હજાર મીટરની દોડ પૂર્ણ કરવાની રહશે. જેમાં આજે પ્રથમ દિવસે અંદાજીત 700 જેટલા ઉમેદવારો આવનાર છે. આ શારીરિક કસોટી માટે અધિકારીઓ અને પોલીસકર્મીઓ થઈને કુલ 108 ગ્રાઉન્ડ માટે અને 35 ગ્રાઉન્ડ બહાર ફરજ બજાવનાર છે.

પોલીસ દ્વારા મેડીકલ ટીમ,એમ્બ્યુલન્સ સહિતની ટીમો સ્થળ પર હાજર રાખવામાં આવશે. આ બહાર ના જિલ્લામાંથી શારીરિક કસોટી માટે આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા એમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.