--ADVERTISEMENT--

જાણો શા માટે જૂનાગઢ APMC માં ખેડૂતોને સોયાબીન ના પૂરતા ભાવ નથી મળી રહ્યા

--ADVERTISEMENT--

Junagadh APMC :- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ખેડૂતો પોતાનો પાક વેચવા આવી રહ્યા છે. આ સમયે સોયાબીનમાં સારી આવક નોંધાઈ રહી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સોયાબીનના ભાવ મીડિયમ મળી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોએ સોયાબીનનો પાક વાવ્યો છે. તેથી, માર્કેટિંગ યાર્ડ માં ખુબજ મબલક પ્રમાણ માં આવક નોંધાય છે આના લીધે પણ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી અને સામે સોયાબીન નો એક્સપોર્ટ પણ નથી થઇ રહ્યો જેના કારણે પણ ભાવ ઓછા મળી રહ્યા છે.

--ADVERTISEMENT--

બહાર ના દેશોમાં પણ સારા પ્રમાણમાં સોયાબીન નો પાક થયો હોવાથી અને સોયાબીન તેલ ની પણ દેશમાં માંગ ન વધવાને લીધે ભાવોમાં વધારો જોવા મળી રહ્યો નથી.

આ વર્ષે લોકો એ મગફળી ની તુલનાએ સોયાબીન નું વધુ હેકટર માં વાવેતર કરવાથી આવક તો સારી એવી થઇ છે પરંતુ સામે માંગ ન હોવાથી ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.

--ADVERTISEMENT--

માર્કેટિંગ યાર્ડમાં નવા સોયાબીનનું આગમન શરૂ થઈ ગયું છે. સોયાબીન ઉપરાંત, અન્ય 20 પાકોએ પણ આવક નોંધાવી છે. તો ચાલો જાણીએ કે પાકને કેટલો ભાવ મળ્યો અને ખેડૂતોને કેટલું વળતર મળ્યું.

સોયાબીનની સાથે ઘઉં, ચણાની આટલી આવક નોંધાઈ APMC Junagadh

માહિતી અનુસાર, આજે સૌથી વધુ સોયાબીનની આવક નોંધાઈ હતી.

  • સોયાબીનની 1356 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 883 રૂપિયા, એક મણનો નીચો ભાવ 750 રૂપિયા અને સામાન્ય ભાવ 810 નોંધાયો છે.
  • લોકવન ઘઉંની 538 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 633 રૂપિયા, એક મણનો નીચો ભાવ રૂ.575 જ્યારે સામાન્ય ભાવ રૂ.600 નોંધાયો છે.
  • ચણાની 96 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1234, એક મણનો બીજો ભાવ રૂ.1100 અને સામાન્ય ભાવ 1200 રૂપિયા નોંધાયો છે.
  • અડદની 336 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1604 રૂપિયા, એક મણનો નીચો ભાવ રૂ.1000 રૂપિયા અને સામાન્ય ભાવ રૂ.1300 રૂપિયા નોંધાયો છે.
  • તુવેરની 347 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1895, એક મણનો નીચો ભાવ રૂ.1150 રૂપિયા અને સામાન્ય ભાવ રૂ.1500 નોંધાયો છે.
  • મગફળીની 300 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ રૂ.1079, એક મણનો નીચો ભાવ રૂ.830 રૂપિયા અને સામાન્ય ભાવ રૂ.960 નોંધાયો છે.
  • તલની 234 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ રૂ.2336, એક મણનો નીચો ભાવ રૂ.1800 અને સામાન્ય ભાવ રૂ.2100 નોંધાયો છે.
  • જીરુની 17 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ રૂ.4211, એક મણનો નીચો ભાવ રૂ.3800 અને એક મણનો સામાન્ય ભાવ રૂ.4100 નોંધાયો છે.

હાલમાં, શિયાળુ પાકનું સારું વાવેતર થયું છે. જેમાં ઘઉં અને તુવેરનું સૌથી વધુ વાવેતર નોંધાયું છે.

--ADVERTISEMENT--

Leave a Comment