--ADVERTISEMENT--

Uttarayan 2025 Gujarat Weather Forecast: ઉત્તરાયણ ને લઈને આવી ગઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ 14 અને 15 તારીખે કેવું રહશે હવામાન કેવી રહશે પવન ની ગતિ?

--ADVERTISEMENT--

Uttarayan 2025 Gujarat Weather Forecast: છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ફરી વધારો થયો છે. વધતા તાપમાન વચ્ચે આવતા અઠવાડિયે મકરસંક્રાંતિ આવી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતીઓને એક જ ચિંતા છે કે આ ઉત્તરાયણમાં ઠંડી અને પવન કેવો રહેશે.

--ADVERTISEMENT--

Weather Expert Ambalal Patel (હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે) તેમની આગાહીમાં આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. અંબાલાલ પટેલે આખા શિયાળા દરમિયાન પરસેવો પડવાની આગાહી કરી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૧૪, ૧૫ અને ૧૬ જાન્યુઆરીએ ઠંડીથી સંપૂર્ણ રાહત મળશે. આ સાથે તેમણે માહિતી આપી છે કે દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

--ADVERTISEMENT--

આ સાથે તેમણે માહિતી આપી છે કે, “જો સામાન્ય ઠંડી જોવા મળે તો તે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 14 તારીખ સુધી રહી શકે છે. પરંતુ હવે ઠંડી ધીમે ધીમે ઓછી થશે.”

આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન ૩૪ કે તેથી વધુ હોઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુ માહિતી આપતાં કહ્યું કે તાપમાન એટલું વધશે કે દિવસ દરમિયાન ક્યારેક પંખો ચાલુ કરવાની સ્થિતિ સર્જાશે. ૧૪ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. ક્યારેક, કોઈ ભાગમાં છાંટા પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીથી રાહત મળવાની શક્યતા છે.

--ADVERTISEMENT--

Leave a Comment